પૂર્વ કેન્દ્રિય બેંકર માર્ક કાર્ની કેનેડાના નવા પ્રધાનમંત્રી બન્યા છે. ૬૯ વર્ષીય કાર્ની પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. ટ્રુડો નવ વર્ષ સુધી કેનેડાના પ્રધાનમંત્રી રહ્યા હતાં. કિંગ ચાર્લ્સના અંગત પ્રતિનિધિ, ગવર્નર જનરલ મેરી સિમોને ગઈકાલે ઓટાવામાં કાર્નીને 24મા પ્રધાનમંત્રી તરીકે શપથ લેવડાવ્યા.
શપથ લીધા પછી, શ્રી કાર્નીએ કહ્યું કે કેનેડા ક્યારેય અમેરીકાનો ભાગ બનશે નહીં. તેમણે કહ્યું કે કેનેડા મૂળભૂત રીતે એક અલગ દેશ છે. કેનેડા અમેરિકા અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી આદરની અપેક્ષા રાખે છે અને જો તેઓ કેનેડાની સાર્વભૌમત્વ પ્રત્યે આદર બતાવે તો જ તેઓ તેમને મળી શકે છે. શ્રી કાર્નીએ કહ્યું કે મારી હાલમાં અમેરિકાની મુલાકાત લેવાની કોઈ યોજના નથી પરંતુ શ્રી ટ્રમ્પ તરફથી ફોન આવવાની અપેક્ષા છે. શ્રી કાર્નીએ કહ્યું કે તેઓ થોડા દિવસોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટનનાં પ્રધાનમંત્રી કીર સ્ટારમરને મળવા માટે યુરોપ જશે
Site Admin | માર્ચ 15, 2025 7:52 એ એમ (AM)
માર્ક કાર્ની કેનેડાના નવા પ્રધાનમંત્રી બન્યા – કાર્ની જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે