મારૂતિ સુઝૂકી ગાંધીનગરના ખોરાજમાં 35 હજાર કરોડ રૂપિયાના રોકાણથી વિશાળ નવા વાહન નિર્માણનો પ્લાન્ટ સ્થાપિત કરશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડ વચ્ચે રોકાણ માટેના પત્ર સોંપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
એક હજાર 750 એકર જમીનમાં ફેલાયેલા આ નવા પ્લાન્ટમાં ચાર એકમ હશે, જેમાંથી દરેકની ક્ષમતા બે લાખ 50 હજાર કારની હશે. તેનાથી કુલ ઉત્પાદન દર વર્ષે 10 લાખ એકમ સુધી પહોંચશે. નાણાકીય વર્ષ 2029 સુધી પહેલા પ્લાન્ટથી ઉત્પાદન શરૂ કરવાનું કંપનીનું આયોજન છે. આ પરિયોજનાનું સ્વાગત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, આ સુવિધા દેશના સૌથી મોટા અને સૌથી પ્રતિસ્પર્ધી ઑટોમૉબાઈલ ઉત્પાદન કૉરિડોરને વધુ મજબૂત બનાવશે. આ પરિયોજનાથી આસપાસના વિસ્તારોમાં આનુષંગિક એકમ અને નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ દ્વારા 12 હજારથી વધુ લોકો માટે રોજગારીનું સર્જન થવાની અને અંદાજે સાત લાખ 50 હજાર લોકો માટે રોજગારીની તકનું સર્જન થવાની અપેક્ષા છે.
Site Admin | જાન્યુઆરી 17, 2026 7:36 પી એમ(PM)
મારૂતિ સુઝૂકી ગાંધીનગરમાં 35 હજાર કરોડ રૂપિયાના રોકાણથી નવા વાહન નિર્માણનો પ્લાન્ટ સ્થાપિત કરશે.