‘માય હેન્ડલૂમ, માય પ્રાઈડ’ ના સૂત્ર સાથે ખાદી અને વણાટકામ ક્ષેત્ર તેજ ગતિથી વિકાસ સાધી રહ્યું છે. આજે દેશમાં ખાદીનું ટર્ન ઓવર સવા લાખ કરોડ કરતાં પણ વધુ છે. તેમ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું..આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલા સેવા સહકારી મંડળીઓ અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમને સહકાર રાજ્ય મંત્રીએ સંબોધન કર્યુ હતું.. આ પ્રસંગે ‘સહકારથી સમૃદ્ધિ’ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનારી સેવા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.હરિત ક્રાંતિના પ્રણેતા ડૉ.એમ.એસ.સ્વામીનાથનની જન્મજયંતી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું..
Site Admin | ઓગસ્ટ 8, 2025 9:42 એ એમ (AM)
માય હેન્ડલૂમ, માય પ્રાઈડ’ના સૂત્ર સાથે ખાદી અને વણાટકામ ક્ષેત્ર તેજ ગતિથી વિકાસ સાધી રહ્યું હોવાનું જણાવતા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા