પોરબંદરના માધવપુર ખાતે આગામી છ-થી નવ એપ્રિલ સુધી માધવપુર ઘેડ મેળો યોજાશે. આ વખતે સમગ્ર રાજ્યમાં મેળાની ઉજવણી કરાશે. તેના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, સુરત અને સોમનાથ ખાતે આજથી સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થશે. સત્તાવાર યાદી મુજબ, આજે સુરતના ઇન્ડૉર સ્ટેડિયમમાં, આવતીકાલે વડોદરામાં, ગુરૂવારે અમદાવાદમાં અને શનિવારે સોમનાથ મંદિરમાં આ કાર્યક્રમો યોજાશે.ઉલ્લેખનીય છે કે, માધવપુર ઘેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તર-પૂર્વના અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝૉરમ, મેઘાલય, સિક્કીમ, નાગાલૅન્ડ અને ત્રિપુરા એમ આઠ રાજ્ય ભાગ લેશે. મેળાનો ઉદ્દેશ દેશના તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચેના ગાઢ અને સુવ્યવસ્થિત જોડાણ દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.
Site Admin | એપ્રિલ 1, 2025 10:10 એ એમ (AM)
માધવપુર ઘેડ મેળાની ઉજવણીના ભાગરૂપે આજથી રાજ્યના અનેક જિલ્લાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે
