એપ્રિલ 11, 2025 9:39 એ એમ (AM)

printer

માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનાં લગ્નનાં સમાપન બાદ ગઈ કાલે દ્વારકામાં રથનું આગમન થયું હતું

માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનાં લગ્નનાં સમાપન બાદ ગઈ કાલે દ્વારકામાં રથનું આગમન થયું હતું. દ્વારકાધીશ મંદિર ખાતે રથ આવી પહોંચતા પુજારી પરિવાર દ્વારા તેમનું ધામધૂમ પૂર્વક સ્વાગત કરાયું હતું. દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે વિવાહનો સત્કાર સમારંભ યોજાયો. દ્વારકા સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે ભવ્ય મલ્ટીમીડિયા શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી ચાલેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણિના પાત્રોને ભજવતી કલાકૃતિ પ્રસ્તુત કરવામાં આવી હતી.