જાન્યુઆરી 7, 2026 9:39 એ એમ (AM)

printer

માદક પદાર્થના દૂષણને ડામવા ગુજરાત પોલીસ જંગ લડી રહી હોવાનું જણાવતાં નાયબ મુખ્યમંત્રી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાત પોલીસ માદક પદાર્થના દુષણ સામે અભિયાન નહીં, જંગ લડી રહી છે.આણંદના ત્રિભુવનદાસ પટેલ નગર ખાતે યોજાયેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ- ABVP ગુજરાતના 57મા પ્રદેશ અધિવેશનમાં સંબોધન કરતાં શ્રી સંઘવીએ 2022થી અત્યાર સુધી 75 પાકિસ્તાનીને જેલમાં બંધ કરવામાં સફળતા પ્રાપ્ત કરનાર રાજ્યની પોલીસને અભિનંદન આપ્યા.