ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 25, 2025 7:14 પી એમ(PM)

printer

માદક દ્રવ્યો અને કેફી પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા રાજ્યમાં 6 ANTF એકમો બનાવાશે.

માદક દ્રવ્યો અને કેફી પદાર્થો સામે અલગથી કાર્યવાહી કરવા રાજ્યમાં ઝોન આધારે 6 નવા માદક દ્રવ્યો વિરોધી કાર્ય દળ-ANTF એકમો બનાવાશે.
ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને સરહદ ઝોનમાં ANTF કાર્યરત થશે. આ એકમો માટે એક પોલીસ અધિક્ષક, 6 નાયબ પોલીસ અધિક્ષક અને 13 પોલીસ ઈન્સ્પેકટર સહિત કુલ 177નું વધારાનું મહેકમ મંજૂર કરાયું છે. આ એકમોનું સમગ્ર સુપરવિઝન CID ક્રાઈમ દ્વારા કરાશે. ANTF દ્વારા માદક પદાર્થોની ખરીદી, વેચાણ, હેરફેર સાથે જોડાયેલા તત્વો સામે ત્વરિત અને અત્યાધુનિક રીતે કાર્યવાહી કરાશે. આ એકમો દ્વારા નોંધાયેલા ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જળવાશે, જેનાથી આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.