માર્ચ 30, 2025 9:52 એ એમ (AM)

printer

માતાજીના આરાધના પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ, આજે ગુઢી પડવો અને ચેટીચાંદની પણ ઉત્સાહભેર ઉજવણી.

માતાજીના આરાધના પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. માઈભક્તો આજથી દેવીશક્તિની ઉપાસના પૂજા પાઠ અને અનુષ્ઠાન કરશે. રાજ્યમાં આવેલા વિવિધ શક્તિપીઠોમાં વિશિષ્ટ આયોજનો કરાયા છે. અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી સહિતના માઈ મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવશે.યાત્રાધામ બહુચરાજી મંદિર ખાતે આજથી નવ દિવસ મંદિરના ચાંચર ચોકમાં નવરાત્રી મહોત્સવ યોજાશે અને 10મી એપ્રિલથી 12મી એપ્રિલ સુધી ચૈત્રી પૂનમનો પરંપરાગત લોકમેળો પણ યોજાશે.આજે મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં મરાઠી નવું વર્ષ ગુડી પડવો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યુ છે. આ તહેવાર વસંત ઋતુના આગમનનું પ્રતીક છે. આ પ્રસંગે લોકો પોતાના ઘરોને શણગારે છે અને દરવાજાની બહાર રંગોળી પૂરે છે.ચેટીચાંદ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ભગવાન ઝુલેલાલની શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પાટણ શહેરમાં સિંધી સમાજના મહાપર્વ ચેટી ચંદની ઉજવણી અંતર્ગત શનિવારે સાંજે પાટણમાં પ્રથમવાર ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલીમાં સિંધી સમાજના ભાઈ- બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.