માર્ચ 31, 2025 6:29 પી એમ(PM) | ભારત

printer

માંડલેમાં ભૂકંપના સ્થળો પર પહોંચેલી ભારતની રાહત અને બચાવ ટીમો બચી ગયેલા લોકોની શોધ અને તબીબી ,આપત્તિ અને રાહત સહાયમાં સતત કાર્યરત

ગઈકાલે માંડલેમાં ભૂકંપના સ્થળો પર પહોંચ્યા પછી, ભારતની રાહત અને બચાવ ટીમો બચી ગયેલા લોકોની શોધ અને તબીબી ,આપત્તિ અને રાહત સહાયમાં સતત કાર્યરત છે.. મ્યાનમારના યાંગૂનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, મંડાલે અને યાંગૂનને વધુને વધુ સહાય મળી રહી છે.. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત માંડલે, નાયપિટો, સાગાઇંગ અને બાગોના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. દૂતાવાસે કહ્યું કે, ભારત આપત્તિના સમયે મ્યાનમારના અસરગ્રસ્ત લોકો સાથે છે અને ઝડપથી સ્થિતિ સામાન્ય થાય તેવી પ્રાર્થના કરી રહ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.