જુલાઇ 5, 2025 2:40 પી એમ(PM)

printer

મહોરમ પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાંથી ૩૫ સહિત જિલ્લાભરમાંથી ૧૨૭ જેટલા આકર્ષક અને કલાત્મક તાજીયા જુલુસો આજે સાંજે પડમાં આવશે

મહોરમ પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાંથી ૩૫ સહિત જિલ્લાભરમાંથી ૧૨૭ જેટલા આકર્ષક અને કલાત્મક તાજીયા જુલુસો આજે સાંજે પડમાં આવશે અને મોડી રાત્રે તેના રૂટ મુજબ વહેલી સવાર સુધી તાજીયા જુલુસ ભાવનગર શહેરના રાજ્યમાર્ગ ઉપર ફરશે. આવતીકાલે યૌમે આશુરાના દિવસે મોડી સાંજે તાજીયા રૂટ ઉપર સરઘસ આકારે નિકળશે અને મોડી રાત્રે ભાવનગર નજીકના ઘોઘા બંદર ખાતે તાજીયા ઠંડા કરવામાં આવશે.
મહેસાણાના ખેરાલુ ખાતે મહોરમ પર્વ ને લઈ તાજીયાના કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે અંગે પી.આઈ કે.જે.પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. ખેરાલુ તેમજ આજુબાજુના ગામો માં તાજીયાના કાર્યક્રમો પણ યોજાશે. પોલીસ દ્વારા તમામ ને શાંતિ ભાઈચારો જાળવવા ખાસ અપીલ કરાઈ હતી.