ડિસેમ્બર 9, 2024 3:35 પી એમ(PM)

printer

મહેસાણા સ્થિત અપરાજીતા ટ્રસ્ટની રમાબાઈ આંબેડકર રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર માટે પસંદગી કરાઈ

મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કાર્ય કરતી મહેસાણા સ્થિત અપરાજીતા ટ્રસ્ટની રમાબાઈ આંબેડકર રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે.
આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાષ્ટ્રીય સંસ્થા ઉડાન દ્વારા આ એવોર્ડ એનાયત થશે.. મહિલાઓના કલ્યાણ માટે સમગ્ર દેશમાં કાર્યરત મહિલા સંસ્થાઓ તેમજ મહિલા વિશેષ વ્યકિત ગૌરવ પુરસ્કાર એનાયત થશે..