જુલાઇ 29, 2025 3:38 પી એમ(PM)

printer

મહેસાણા શહેરના પરા તળાવ ખાતે દેવી દેવતાઓની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું

મહેસાણા શહેરના પરા તળાવ ખાતે દેવી દેવતાઓની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. તળાવ પાસે જે 40 ફૂટ લાંબો, 15 ફૂટ પહોળો અને 7 ફૂટ ઊંડો કૃત્રિમ કુંડ તૈયાર કરાયો છે.
દશામાં અને ગણેશ ચતુર્થીના પાવન પર્વ ની ઉજવણી સુરક્ષિત બને અને લોકોની ધાર્મિક લાગણીઓ જળવાઈ રહે તે હેતુથી કુંડ નું નિર્માણ કરાયું છે. પર્યાવરણની જાળવણી કરવા અને દુર્ઘટના ટાળા છેલ્લા પાંચ વર્ષથી આ આયોજન કરવામાં આવે છે.