નવેમ્બર 24, 2025 9:20 એ એમ (AM)

printer

મહેસાણા વડનગર ખાતે ગઇકાલે તાનારીરી મહોત્સવ સંપન્ન થયો

મહેસાણામાં વડનગર ખાતે ગઇકાલે તાનારીરી મહોત્સવ સંપન્ન થયો. સમાપન સમારોહમાં જિલ્લા પ્રભારી મંત્રી પ્રવિણ માળી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાસ્ત્રીય ગાયક ડો. સુભદ્રા દેસાઈ અને સંતુર વાદન નિનદ અધિકારીને સન્માનિત કરાયા હતા. બે દિવસ દરમ્યાન આ મહોત્સવમાં શાસ્ત્રીય ગાયન, વાદન અને લોકસંગીતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્ષે શાસ્ત્રીય ગાયિકા કલાપિની કોમકલીને તાના-રીરી સંગીત સન્માન પુરસ્કાર એનાયત કરાયો છે.