મહેસાણા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ઘેટાં બકરામાં કૃમિનાશક કાર્યક્રમ શરૂ કરાયો હતો. જેમાં એક લાખ 22 હજાર કરતા વધુ ઘેટાં બકરાને કૃમિ નાશક દવાઓ પીવડાવી રોગથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. કૃમિથી ઘેટાં બકરામાં વિવિધ રોગ થાય છે, ત્યારે તેઓને સુરક્ષિત કરવા 102 પશુધન નિરીક્ષક અને 21 પશુ ચિકિત્સા અધિકારી ફરજમાં જોડાયા હતા. જિલ્લામાં સૌથી વધુ કડી તાલુકામાં 22 હજાર કરતા વધુ ઘેટાં બકરાને દવા અપાઈ છે.
Site Admin | ડિસેમ્બર 25, 2025 3:12 પી એમ(PM)
મહેસાણા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ઘેટાં બકરામાં કૃમિનાશક કાર્યક્રમ શરૂ કરાયો હતો.