મહેસાણા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના 90 ટકા જેટલા પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું છે. જે અંતર્ગત જિલ્લાના 6 લાખ, 72 હજાર, 270 દુધાળા પશુઓને ખરવા મોવાસા રસી આપવામાં આવી. પશુપાલન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 6 લાખ, 90 હજાર, 400 જેટલા રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ રસીકરણ ઝુંબેશમાં પશુપાલન વિભાગ તેમજ તાલુકા પ્રમાણે નોડલ નિરીક્ષક તેમજ દૂધ સાગર ડેરીના કર્મચારીઓ જોડાયા હતા.
Site Admin | નવેમ્બર 20, 2024 3:46 પી એમ(PM)
મહેસાણા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના 90 ટકા જેટલા પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું
