ડિસેમ્બર 6, 2025 4:46 પી એમ(PM)

printer

મહેસાણા જિલ્લામાં SIRની કામગીરી 91 ટકા જ્યારે અરવલ્લી જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સરેરાશ ૯૪.૯૧ ટકા કામગીરી પૂર્ણ

ગુજરાત સહિત અનેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાર યાદી સધન સુધારણા ઝુંબેશનું કાર્ય ચાલી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં SIRની કામગીરી 91 ટકાએ પહોંચી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, 91 હજાર 741 મતદારોના
સ્થળાંતર થયાં છે. 54 હજાર મતદારો મૃત્યુ પામ્યા છે. 17 લાખ 45 હજાર ફોર્મ ભરાયાં છે. જ્યારે 46 હજાર મતદારોના ફોર્મ પરત મેળવવાના બાકી છે.અરવલ્લી જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત
સરેરાશ ૯૪.૯૧ ટકા કામગીરી પૂર્ણ થયેલ છે. તેમજ આગામી દિવસમાં SIR ની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવશે, તેવું અરવલ્લી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા
કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં સમાવિષ્ટ ભિલોડા વિધાનસભા મતવિસ્તારમાં ૯૨.૭૧ ટકા, મોડાસા ૯૪.૧૬ ટકા તથા બાયડ વિધાનસભા મતવિસ્તારમાં ૯૮.૬૪ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.