જુલાઇ 17, 2025 2:58 પી એમ(PM)

printer

મહેસાણા જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર શરૂ કર્યું

મહેસાણા જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. જેમાં 2 હજારથી વધુ હેકટરમાં કપાસનું વાવેતર, જ્યારે 7200 હેકટર જમીનમાં મગફળીનું, બાજરીનું 100 હેકટરથી વધુ અને શાકભાજીનું 3500 હેકટર જમીનમાં તેમજ ઘાસચારાનું 13 હજાર હેકટરમાં વાવેતર થયું છે. તો જિલ્લામાં કુલ 50 હજાર હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થઈ ગયું છે.