મહેસાણા જિલ્લાના સાત વિધાનસભા વિસ્તારમાં 81 ટકાથી વધુ મતદારોના ગણતરી પત્રક ડિજીટાઈઝ કરી દેવાયા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે એક હજાર 810 બૂથ સ્તરના અધિકારી-BLO એ 14 લાખ 53 હજાર 649 ગણતરી પત્રકો અપલોડ કર્યા છે. જિલ્લામાં એક લાખ 9 હજારથી વધુ મતદારોના નામ રદ થશે. જેમાં 43 હજાર 631 મૃત્યુ પામેલા, 53 હજાર 355 સ્થળાંતર કરેલા અને 9 હજાર 35 નકલી તેમજ 201 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. હવે 11મી ડિસેમ્બર સુધી ગણતરી પત્રકો આપી શકાશે.
Site Admin | ડિસેમ્બર 1, 2025 3:03 પી એમ(PM)
મહેસાણા જિલ્લાના સાત વિધાનસભા વિસ્તારમાં 81 ટકાથી વધુ મતદારોના ગણતરી પત્રક ડિજીટાઈઝ કરી દેવાયા