માર્ચ 13, 2025 2:35 પી એમ(PM)

printer

મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે 15 માર્ચે રાજ્યકક્ષાના ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની ઉજવણી કરાશે

મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે 15 માર્ચે રાજ્યકક્ષાના ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની ઉજવણી કરાશે. આ વર્ષે ‘અ જસ્ટ ટ્રાન્ઝીશન ટુ સસ્ટેન્બલ લાઈફસ્ટાઈલ્સ’ ની વિષયવસ્તુ સાથે આ દિવસ ઉજવાશે. માન્ય ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા 9 થી 15 માર્ચ દરમિયાન ગ્રાહક જાગૃત્તિ સપ્તાહની પણ વિવિધ રીતે ઉજવણી કરાશે. ઉલ્લેખનીય છે કે, ખરીદી પ્રત્યે ગ્રાહકોમાં જાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે 15 માર્ચે ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ ઉજવવામાં આવે છે.