માર્ચ 30, 2025 3:30 પી એમ(PM)

printer

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દગાવાડિયા ગામે પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજાઈ ગયો.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દગાવાડિયા ગામે પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજાઈ ગયો.
મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે દગાવાડિયા ગામની અનુપમ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ સેમિનારમાં પ્રાકૃતિક કૃષિની જરૂરીયાત, મહત્વ, ઉપયોગ અને અસરો અંગે ગ્રામજનો સહિત બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતીના તજજ્ઞ દ્વારા જીવામૃત, બીજામૃત કેવી રીતે બનાવવામાં આવે છે તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી અપાઈ હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.