જાન્યુઆરી 18, 2026 10:26 એ એમ (AM)

printer

મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે શાસ્ત્રીય નૃત્યના મહાકુંભ ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ નો પ્રારંભ

મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે શાસ્ત્રીય નૃત્યના મહાકુંભ ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ નો ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રારંભ કરાયો હતો. આ પ્રસગે ઉર્જા મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાનારીરી અને ઉત્તરાર્ધ ઉત્સવ દ્વારા કલા-સંસ્કૃતિના સાધકોને નવું પોષણ પૂરું પાડ્યું છે. તેમણે મોઢેરાના મહત્વ વિશે કહ્યું કે, સૂર્ય ઉર્જાનું પ્રતીક છે અને આજે આપણે દેશના પ્રથમ સોલાર ગામ મોઢેરામાં બેઠા છીએ.તેમણે સખી મંડળો દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટોલોની મુલાકાત લીધી હતી. ઉત્સવના પ્રથમ દિવસે રમીન્દર ખુરાના દ્વારા ઓડીસી, મીનાક્ષી શ્રીયન દ્વારા ભરતનાટ્યમ, માયા કુલશ્રેષ્ઠા દ્વારા કથ્થક, પેરી કૃષ્ણ હર્ષિતા દ્વારા ભરતનાટ્યમ, ડૉ. શ્રુતિ બંદોપાધ્યાય દ્વારા મણીપુરી અને બીના મહેતા દ્વારા કુચિપુડી નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.