મહેસાણા અર્બન કો.ઓપરેટિવ બેન્કના 8 ડિરેક્ટરો માટે આજે સવાર 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન ચાલશે.
અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે કે 8 ડિરેક્ટરો માટે ત્રણ પેનલમાં કુલ 26 ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે. 150 બુથ ઉપર 1 લાખ 7 હજાર થી વધુ સભાસદો મતદાન કરી રહ્યા છે. ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી સહકારી બેન્ક છે. જે 58 શાખાઓ ધરાવે છે. અમદાવાદ,વડોદરા, સુરત, ગાંધીધામ, રાજકોટ, ગાંધીનગર અને મુંબઈની શાખાઓમાં હાલ મતદાન ચાલી રહ્યું છે. આવતીકાલે મતગણતરી હાથ ધરશે.
Site Admin | ઓગસ્ટ 3, 2025 3:35 પી એમ(PM)
મહેસાણા અર્બન કો.ઓપરેટિવ બેન્કના 8 ડિરેક્ટરો માટે આજે સવાર 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન ચાલશે