મહેસાણા-અમદાવાદ રાજમાર્ગ પર 2 ટ્રક વચ્ચે અકસ્માત થતાં ટ્રકચાલકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર, આગળ જતાં ટ્રકનંં ટાયર ફાટતાં પાછળથી આવી રહેલા ટ્રક તેની સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મહેસાણા અગ્નિશમન દળે ટ્રકમાંથી મૃતકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
Site Admin | નવેમ્બર 20, 2024 3:39 પી એમ(PM)
મહેસાણા-અમદાવાદ રાજમાર્ગ પર 2 ટ્રક વચ્ચે અકસ્માત થતાં ટ્રકચાલકનું મોત નીપજ્યું
