મહેસાણા અને તાપીમાં બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
મહેસાણાના વડનગરના મઢાસણા ચાર રસ્તા પર એક કારનો એક્ટિવા અને બાઇક સાથે અકસ્માત થતાં 3 લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે તાપીના નિઝર તાલુકાના દેવલપાડા ગામે બે બાઈક વચ્ચે અકસ્માત થતાં બે વ્યક્તિના મોત અને ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નિઝર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Site Admin | ઓક્ટોબર 24, 2025 3:05 પી એમ(PM)
મહેસાણા અને તાપીમાં બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં કુલ 5 લોકોના મોત..