મહેસાણામાં રમાઈ રહેલી સબ-જૂનિયર ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબૉલ સ્પર્ધાની ફાઈનલ મૅચમાં અમદાવાદની ટીમ વિજેતા બની છે. સત્તાવાર યાદી મુજબ, ગુજરાત રાજ્ય ફૂટબૉલ સંગઠન દ્વારા વડનગરમાં યોજાયેલી સ્પર્ધાની ફાઈનલમાં ગાંધીનગર અને અમદાવાદની ટીમ વચ્ચે મૅચ રમાઈ. અમદાવાદ તરફથી રૂદ્ર પટેલે પાંચ ગૉલ અને ઇસાન મહેતાએ એક ગૉલ કર્યો હતો. જ્યારે ગાંધીનગરના સૅલ્વિન પટેલે એક ગૉલ કરતા અમદાવાદની ટીમ છ—એકથી વિજેતા થઈ છે.
આ સ્પર્ધા દ્વારા રાજ્યની રાષ્ટ્રીય કક્ષાની ટીમમાં જનારા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી. આ ખેલાડીઓ માટે આગામી 17 સપ્ટેમ્બરે ભાવનગરમાં રાષ્ટ્રીય શિબિર યોજાશે.
Site Admin | સપ્ટેમ્બર 14, 2025 7:18 પી એમ(PM)
મહેસાણામાં રમાઈ રહેલી સબ-જૂનિયર ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબૉલ સ્પર્ધાની ફાઈનલમાં અમદાવાદ વિજેતા