મહેસાણામાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના બીજા અને અંતિમ દિવસે આજે ગણપત વિશ્વવિદ્યાલય ખાતે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ – MSME સભા યોજાઈ. ઉદ્યમ ઉત્કર્ષ – મજબૂત, MSME, સશક્ત ભારતની મુખ્ય વિષયવસ્તુ સાથે યોજાયેલી સભાનો પ્રારંભ કરાવતા MSME વિભાગના કમિશનર સંદીપ સાગલેએ કહ્યું, MSME સમૃદ્ધ થશે તો જ ગુજરાત સમૃદ્ધ થશે અને તેના થકી વિકસિત ભારતનો સંકલ્પ પણ સાકાર થશે.
આ સભા દરમિયાન ‘ક્લસ્ટરોથી સ્પર્ધાત્મકતા સુધી વૈશ્વિક વ્યાપાર માટે MSMEને સક્ષમ બનાવવા’ માટે સમૂહ ચર્ચા પણ કરવામાં આવી.
Site Admin | ઓક્ટોબર 10, 2025 2:58 પી એમ(PM)
મહેસાણામાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના બીજા અને અંતિમ દિવસે MSME સભા યોજાઈ.
