રાજ્યમાં સૌપ્રથમ વખત મહેસાણામાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCનું આજે સમાપન થયું. સમાપન સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, લોકોની ભાગીદારીથી દરેક ગામ, દરેક પ્રદેશ સુધી વિકાસ તેમના સુધી પહોંચાડવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ આ પરિષદથી પાર પડશે. પ્રથમ VGRC-ની સફળતા “વૉકલ ફૉર લૉકલ” અને “ગામથી વિશ્વ”ની દિશામાં આગળ વધવાનો વિશ્વાસ દ્રઢ બનાવે છે તેમ પણ શ્રી પટેલે ઉમેર્યું.
બે દિવસની પરિષદમાં અંદાજે ત્રણ લાખ 24 હજાર કરોડના રોકાણ થયા. તેનાથી ઉત્તર ગુજરાતમાં ભવિષ્યમાં આવવાથી પ્રાદેશિક વિકાસને નવી ગતિ મળશે તેવો શ્રી પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાગીદાર દેશ અને દેશ-વિદેશના પ્રતિનિધિમંડળ તથા રાજ્યના કર્મયોગીઓને કારણે આ VGRCની સફળતાનો સંપૂર્ણ શ્રેય જાય છે તેમ શ્રી પટેલે ઉંમેર્યું.
Site Admin | ઓક્ટોબર 10, 2025 7:29 પી એમ(PM)
મહેસાણામાં પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સમાપન – બે દિવસમાં ત્રણ લાખ 24 હજાર કરોડથી વધુનું રોકાણ આવ્યું