મહેસાણામાં ખેડૂત તાલીમ કેન્દ્રમાં દર ગુરુવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એક વેચાણ કેન્દ્ર શરૂ કરાયું છે.જ્યાં પ્રાકૃતિક રીતે ઉગાડેલા શાકભાજી, ફળો અને ધાન્ય પાકો તેમજ જ્યુસનું ખેડૂતો વેચાણ કરે છે. પ્રાકૃતિક ખેતીના લાભ અંગે જાગૃતિ ફેલાવવા અહીં “હું પણ પ્રાકૃતિક ખેતી કરીશ” એવા સૂત્રો સાથે બનાવાયેલા સેલ્ફી પોઈન્ટનો ખેડૂતો લાભ લઈ રહ્યા છે. તેમને આ કેન્દ્ર દ્વારા સારો ભાવ મળી રહ્યો છે.
Site Admin | જાન્યુઆરી 2, 2026 4:33 પી એમ(PM)
મહેસાણામાં ખેડૂત તાલીમ કેન્દ્રમાં દર ગુરુવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એક વેચાણ કેન્દ્ર શરૂ કરાયું.