મહેસાણામાં આવેલી જનરલ હોસ્પિટલને ભારત સરકારના લક્ષ્ય કાર્યક્રમ હેઠળ ગુણવત્તાનું પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું છે.
સ્થાનિક તેમજ રાજ્યકક્ષાએ પૃથક્કરણ થયા બાદ રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા લેબર રૂમ વિભાગને 85 ટકા જ્યારે મેટરનીટી ઓટીને 91 ટકા અંક પ્રાપ્ત થતા પ્રમાણપત્ર જાહેર કરાયું છે.
જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર ગોપી પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જાહેર આરોગ્ય સુવિધાઓમાં પ્રસુતિ પછીના સમયગાળા દરમિયાન અને તાત્કાલિક પ્રસુતિ પછીના સમયગાળા દરમિયાન સંભાળની ગુણવત્તા સુધારવા માટે લક્ષ્ય કાર્યક્રમ શરૂ કર્યો છે.
Site Admin | એપ્રિલ 1, 2025 2:48 પી એમ(PM)
મહેસાણામાં આવેલી જનરલ હોસ્પિટલને ભારત સરકારના લક્ષ્ય કાર્યક્રમ હેઠળ ગુણવત્તાનું પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું
