ઓગસ્ટ 4, 2025 7:30 પી એમ(PM)

printer

મહેસાણાની દૂધસાગર ડેરીએ 437 કરોડ રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો – પશુપાલકોને 10 ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત

ઉત્તર ગુજરાતના પશુપાલકો માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. મહેસાણાની દૂધસાગર ડેરીએ 437 કરોડનો ભાવ વધારો જાહેર કર્યો છે. આ ઉપરાંત પશુપાલકોને 10 ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી. જ્યારે વીમાની રકમ 2 લાખથી વધારી 4 લાખ કરવામાં આવી છે. આજે મળેલી વાર્ષિક સાધારણ સભામાં આ મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી.