નવેમ્બર 24, 2025 3:00 પી એમ(PM)

printer

મહેસાણાની દૂધસાગર ડૅરીમાં નિયામક મંડળની ચૂંટણી માટે ડૅરીના વર્તમાન અધ્યક્ષ અશોક ચૌધરીએ આજે ઉમેદવારીપત્રક ભર્યું.

મહેસાણાની દૂધસાગર ડૅરીમાં નિયામક મંડળની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ડૅરીના વર્તમાન અધ્યક્ષ અશોક ચૌધરીએ પણ આજે ઉમેદવારીપત્રક ભર્યું. આવતીકાલે પત્રકોની ચકાસણી કરાશે.
ચૂંટણી અધિકારી દેવાન્ગ રાઠોડે જણાવ્યું, અત્યાર સુધીમાં 60 જેટલા પત્રકનું વિતરણ થયું છે. ઉમેદવારો આગામી 27 તારીખ સુધી પોતાના પત્રક પરત ખેંચી શકશે. જ્યારે હરીફ ઉમેદવારોની યાદી 28મીએ પ્રસિદ્ધ કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.