મહેસાણાની કડી અને જુનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે. બપોરે એક વાગ્યા સુધી કડી બેઠક પર 34.79 ટકા, જ્યારે વિસાવદર બેઠક પર 39.25 ટકા મતદાન નોંધાયું છે. કડી બેઠક પર આઠ અને વિસાવદર બેઠક માટે 16 ઉમેદવાર મેદાને છે. આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે. મહેસાણામાં દિવ્યાંગ મતદારો માટે મતદાન મથક પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
Site Admin | જૂન 19, 2025 4:19 પી એમ(PM) | મતદાન
મહેસાણાની કડી અને જુનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે
