જુલાઇ 18, 2025 3:21 પી એમ(PM)

printer

મહેસાણાની અર્બન બૅન્કમાં ડિરેક્ટર પદની આઠ બેઠક માટે આગામી ત્રીજી ઑગસ્ટે પેટા-ચૂંટણી યોજાશે.

મહેસાણાની અર્બન બૅન્કમાં ડિરેક્ટર પદની આઠ બેઠક માટે આગામી ત્રીજી ઑગસ્ટે પેટા-ચૂંટણી યોજાશે. આજે છેલ્લા દિવસ સુધી કુલ 37 ઉમેદવારીપત્ર ભરાયા છે. હવે 21 જુલાઈએ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. જ્યારે 25 જુલાઈ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે, એક લાખથી વધુ સભાસદ ધરાવતી આ બૅન્કમાં ડિરેકટર બનવા બે પૅનલ બની છે.