મહેસાણાના 69 હજાર 318 જેટલા ખેડૂતને 110 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે અન્ય 72 હજાર 495 જેટલા ખેડૂતને એક સપ્તાહમાં સહાય ચૂકવાશે. ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન બદલ રાજ્ય સરકારે સહાય જાહેર કરી હતી. ત્યારે જિલ્લાના એક લાખ 41 હજારથી વધુ ખેડૂતે પાક સહાયની યોજનાનો લાભ લેવા ઑનલાઈન અરજી કરી હતી. જિલ્લામાં 184 જેટલી ટુકડીએ 616 જેટલા ગામની સરવે એટલે કે, મોજણી કરીને અહેવાલ તૈયાર કર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 18, 2025 3:03 પી એમ(PM)
મહેસાણાના 69 હજાર 318 જેટલા ખેડૂતને 110 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી.