માર્ચ 4, 2025 4:14 પી એમ(PM)

printer

મહેસાણાના વિજાપુર તમાકુ માર્કેટયાર્ડમાં તમાકુની 1 હજાર 283 બોરીની આવક નોંધાઇ હતી

મહેસાણાના વિજાપુર તમાકુ માર્કેટયાર્ડમાં તમાકુની 1 હજાર 283 બોરીની આવક નોંધાઇ હતી. કલકત્તી તમાકુનો મહત્તમ ભાવ 2 હજાર 528 રૂપિયા જ્યારે લધુત્તમ ભાવ 1 હજાર 580 રૂપિયાનો અને સામાન્ય ભાવ 1900 રૂપિયા રહ્યો હતો. જ્યારે ગાળીયું મળી તમાકુનો મહત્તમ ભાવ 1400 રૂપિયા, લધુત્તમ ભાવ એક હજાર રૂપિયા અને સામાન્ય ભાવ એક હજાર બસો રૂપિયા રહ્યો હતો. ડોખરું જાતનો ભાવ 390 રૂપિયા રહ્યો હતો.
યાર્ડનાં ચેરમેન કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે તમાકુની ખરીદી આમ તો એપ્રિલ માસમાં કરવામાં આવે છે. પણ આ વખતે એક માસ વહેલી ખરીદી શરૂ કરાઇ છે.