મહેસાણા જિલ્લાના વડનગર ખાતે 17 કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટી મોડલ પરિવહન કેન્દ્ર બનાવાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણાના વડનગરમાં રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા મહત્વના વિકાસ પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા કરી. તેમણે વડનગરના રેલવે મથક સામે નિર્માણ થઈ રહેલા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત પાર્કિંગ, વિશ્રામ એરિયા, કાફે ટેરિયા જેવી સુવિધાઓ ઊભી કરાશે. શ્રી પટેલે બાંધકામ કૌશલ્ય તાલીમ સંસ્થાની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું
Site Admin | ઓગસ્ટ 11, 2025 7:32 પી એમ(PM)
મહેસાણાના વડનગર ખાતે 17 કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટી મોડલ પરિવહન કેન્દ્ર બનાવાશે. – મુખ્યમંત્રીએ કરી સમીક્ષા