મહેસાણાના વડનગરમાં રમાયેલી આંતર જિલ્લા મહિલા ફૂટબોલ સ્પર્ધામાં ખેડાની ટીમ વિજેતા થઈ છે. આજે રમાયેલી ફાઇનલ મેચમાં ખેડાની નાઝબાનુ શેખના 25મી મિનિટે અને રૂપા રાઠવા દ્વારા 86મી મિનિટે કરેલા ગોલની મદદથી ખેડાની ટીમે અમદાવાદની ટીમને 2-0થી હરાવી સ્વ.ગુલાબ ચૌહાણ મેમોરિયલ ટ્રોફી, આંતર જિલ્લા મહિલા ફૂટબોલ સ્પર્ધા– 2025ની ટ્રોફી પોતાના નામે કરી છે. આ સ્પર્ધામાંથી 30 ખેલાડી અને 5 સ્ટેન્ડ બાય પ્લેયર્સનું ગુજરાતની ટીમના કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 9, 2025 7:18 પી એમ(PM)
મહેસાણાના વડનગરમાં રમાયેલી આંતરજિલ્લા મહિલા ફૂટબોલ સ્પર્ધામાં ખેડાની ટીમ વિજેતા