મહેસાણાના વડનગરમાં આજથી બે દિવસના તાના-રીરી મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવનો શુભારંભ કરાવશે. તેમાં સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન, વાદન અને લોકસંગીતના કાર્યક્રમ રજૂ કરશે. સત્તાવાર યાદી મુજબ, આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકાં કલાપિની કોમકલીને તાના-રીરી સંગીત સન્માન પુરસ્કાર એનાયત કરાશે. કાર્યક્રમમાં આવતીકાલે વન, પર્યાવરણ અને માર્ગ પરિવહન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણ માળી મુખ્યઅતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખવા વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાના-રીરી મહોત્સવ અને વર્ષ 2010માં તાના-રીરી સંગીત સન્માન પુરસ્કારની શરૂઆત કરાવી હતી.
Site Admin | નવેમ્બર 22, 2025 7:13 પી એમ(PM)
મહેસાણાના વડનગરમાં આજથી તાનારિરિ મહોત્સવનો પ્રારંભ.