મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાન સહિતના વિસ્તારોના 100થી વધુ અશ્વપાલકો ઘોડાઓ સાથે ભાગ લીધો. સ્પર્ધામાં મુખ્યત્વે રેવાલ ચાલ અને દોડ યોજાઇ. રેવાલ ચાલની સ્પર્ધામાં પોયડા ગામના કાળુભાઈની ઘોડી પ્રથમ નંબર પર રહી, જ્યારે મોઢેરાના અબિતભાઈની ઘોડી બીજા નંબરે પહોંચી.
આ સાથે રેવાલ દોડમાં સીતાપૂરના ઝાલુભાના બે ઘોડાઓએ પ્રથમ અને બીજો નંબર મેળવ્યો અને ત્રીજો નંબર કચ્છના ઘોડાને મળ્યો. સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાંસલ કરનારને 11 હજાર રોકડા અને ટ્રોફી, બીજા સ્થાનને 7 હજાર અને ત્રીજા સ્થાનને 5 હજારનું રોકડ ઇનામ અપાયું.
Site Admin | ઓક્ટોબર 13, 2025 6:56 પી એમ(PM)
મહેસાણાના મોઢેરા ગામમાં રાજ્યકક્ષાની અશ્વદોડ સ્પર્ધા યોજાઇ