મહેસાણાના બે ખેલાડીએ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ચંદ્રક જીતી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. છત્તીસગઢના બિલાસપુર ખાતે રેસલિંગ ફેટરેશન ઑફ ઇન્ડિયા અને ગ્રેપ્લિંગ કમિટી ઑફ ઇન્ડિયા દ્વારા પાંચમી સબ જૂનિયર કેડેટ રેસલીંગ નૅશનલ ચેમ્પિયનશીપ યોજાઈ, જેમાં સમગ્ર દેશમાંથી 13 વર્ષથી ઓછી વયના ખેલાડીઓએ ભાગ લીધો. તેમાં મહેસાણાની બજરંગ વ્યાયામ શાળાના યુગ પ્રજાપતિએ 38 કિલો વર્ગમાં રજત અને દિવ્ય ઓઝાએ 42 કિલો વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે
Site Admin | ઓગસ્ટ 2, 2025 2:55 પી એમ(PM)
મહેસાણાના બે ખેલાડીએ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ચંદ્રક જીતી રાજ્યનું ગૌરવ વધાર્યું છે
