મહેસાણાના ધરોઈ ડેમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી ૨૩ મેના રોજ દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું ઉદ્ઘાટન કરાશે. ‘એડવેન્ચર ફેસ્ટ’માં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની ૧૦થી વધુ એક્ટિવિટીઝ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.પ્રવાસીઓ માટે અતિઆધુનિક AC ટેન્ટ સિટી જેવી કે દરબારી ટેન્ટ, પ્રીમિયમ ટેન્ટ, ડિલક્સ ટેન્ટ સહિતના કુલ ૨૧ ટેન્ટ અને અંદાજિત ૧૦૦થી વધુ બેડની AC ડોર્મિટરીની સુવિધા પણ ઉભી કરાશે.ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા-ATOAI દ્વારા ધરોઈ ખાતે સૌપ્રથમવાર આયોજિત આ ‘એડ્વેન્ચર ફેસ્ટ’માં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની ૧૦થી વધુ એક્ટિવિટીઝ, રહેવા માટે અતિઆધુનિક સુવિધાઓયુક્ત AC ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Site Admin | મે 21, 2025 9:15 એ એમ (AM)
મહેસાણાના ધરોઈ ડેમ ખાતે ૨૩ મેના રોજ રાજ્યનો પ્રથમ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ યોજાશે
