મહેસાણાની દૂધસાગર ડેરી તેમજ સુઝીકી રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઇન્ડિયા અને નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જિલ્લાના જગુદન ખાતે રૂપિયા 50 કરોડના ખર્ચે 75 મેટ્રિક ટન જરૂરિયાત ધરાવતો બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટ માટે પશુપાલકો પાસેથી દરરોજ 75000 કિલોગ્રામ છાન ગોબર એકઠું કરવામાં આવશે. જેમાંથી રોજનો 1500 કિલોગ્રામ શુદ્ધ બાયો
સીએનજી ગેસ ઉતપન્ન થશે. સીએનજી વાહનોમાં બળતણ તરીકે ઉપયોગી થશે. આજુબાજુના પશુપાલકોને ગોબર થકી વધારાની આવક પણ થશે.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 7:03 પી એમ(PM)
મહેસાણાના જગુદનમાં ₹50 કરોડના ખર્ચે બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવામાં આવશે