ફેબ્રુવારી 23, 2025 7:17 પી એમ(PM)

printer

મહેસાણાના કડી તાલુકાના નારોલા ખાતે રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.

મહેસાણાના કડી તાલુકાના નારોલા ખાતે રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.આ પ્રસંગે તેમણે કરેલા સંબોધનમાં કહ્યું હતું કે સમાજની શક્તિ વિકસિત ગુજરાતના
નિર્માણથી વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં સક્રિય યોગદાન આપશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સમાજના વિકાસથી રાજ્યનો વિકાસ, રાજ્યના વિકાસથી દેશના વિકાસ સાથે ગુજરાત આગળ
વધી રહ્યું છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સૌએ બેટી બચાવો, બેટી પઢાઓ અને સામાજિક ઉત્થાન અંગે પ્રતિજ્ઞા લીધી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.