મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં દૈનિક જીરા અને વરિયાળીની આવકમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે યાર્ડમાં જીરાની 9 હજાર બોરીની આવક નોંધાઈ હતી, જેનો ભાવ 4 હજાર 500 સુપર અને મીડિયમમાં 4 હજાર 300 રૂપિયાનો નોંધાયો હતો. જ્યારે વરિયાળીની 3 હજાર 500 બોરીની આવક નોંધાઈ હતી. તેનો ભાવ સુપર ગ્રીનમાં 4 હજાર 500થી 5 હજાર 500 રૂપિયા સુધીનો હતો. જ્યારે ઈસબગુલમાં 4 હજાર બોરીની આવકમાં 2 હજાર 550 રૂપિયાથી લઈ 2 હજાર 650 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. તો 800 બોરી તલની આવક થતાં તેનો ભાવ 2 હજાર 650 રૂપિયાથી 2 હજાર 850 રૂપિયા સુધીના મળ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 20, 2024 3:25 પી એમ(PM)
મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક જીરા અને વરિયાળીની આવકમાં વધારો
