ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 22, 2024 2:56 પી એમ(PM) | જીરું અને વરિયાળી

printer

મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક જીરું અને વરિયાળીની 15 બોરીથી વધુની આવક નોંધાઈ

મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક જીરું અને વરિયાળીની 15 બોરીથી વધુની આવક નોંધાઈ રહી છે. જીરાના ભાવમાં મણના ભાવ 4 હજાર 700થી 4 હજાર 750 રૂપિયા રહ્યા હતા. જ્યારે વરિયાળીની દૈનિક ત્રણ હજાર બોરીથી વધુની આવક થઈ રહી છે. તેના મણના 4 હજાર 500થી 5 હજાર 500 રૂપિયાના ભાવ મળી રહ્યા છે.
ઉપરાંત રાજસ્થાની ઈસબગુલની 6 હજાર બોરીની આવક થતાં તેનો ભાવ 2 હજાર 450થી 2 હજાર 550 રૂપિયાનો રહ્યો હતો. તેમજ તલની પણ 800 બોરીની આવક થઈ હતી, જેનો ભાવ રૂપિયા 2 હજાર 650 રૂપિયાથી 2 હજાર 850 રૂપિયા સુધીના રહ્યા હતા. આ સાથે જ ડાંગરના પાકની દૈનિક નવ હજાર બોરીની આવક થતાં તેનો ભાવ 380થી લઈ 538 રૂપિયા સુધીના રહ્યા હતા.