મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુંની આવક સારી થઈ રહી છે. જીરાની 7 હજાર બોરીની આવક નોંધાઇ હતી. જીરાના ભાવમાં સુપર જીરાનો ભાવ રૂપિયા ત્રણ હજાર 700 થી બે હજાર 750 સુધીના રહ્યા હતા. તો મીડીયમ જીરુંનો ભાવ રૂપિયા ત્રણ હજાર 500 થી ત્રણ હજાર 600નો રહ્યો. વરિયાળીની પણ દૈનિક એક હજાર 500 બોરીની આવક થઈ રહી છે. જેમાં પ્રીમિયમ ગ્રીન વરિયાળીના ભાવ રૂપિયા ત્રણ હજાર 500 થી ચાર હજાર સુધીના રહ્યા. જ્યારે મીડીયમ ગ્રીનના ભાવ રૂપિયા એક હજાર 400 થી બે હજાર સુધીના રહ્યા. માર્કેટયાર્ડમાં ઇસબગુલની પણ સારી આવક થઈ રહી છે. જેનો ભાવ રૂપિયા બે હજારથી બે હજાર 100 અને ફોરેન કલરના રૂપિયા એક હજાર 800 થી એક હજાર 900 સુધીના રહ્યા.
Site Admin | ઓગસ્ટ 16, 2025 3:23 પી એમ(PM)
મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુંની આવક થઈ રહી છે સારી