ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામમાં વડા તળાવ સંપૂર્ણપણે છલકાઈ જતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગામની મુલાકાત લીધી

મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામમાં વડા તળાવ સંપૂર્ણપણે છલકાઈ જતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગામની મુલાકાત લીધી હતી.
મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, તળાવનું પાણી રસ્તા પર આવી જતાં પાળ બનાવીને પાણીને કેનાલમાં લઈ જવાયું હતું ત્યારબાદ વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો હતો. દરમિયાન શિક્ષણ મંત્રીએ નાની સિંચાઈના અધિકારીઓને તળાવના યોગ્ય સમારકામ માટેની પણ સૂચના આપી હતી.
મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે, જિલ્લામાં હવે વરસાદનું જોર ઘટી રહ્યું છે. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી ધરોઈ બંધમાં ચાર હજાર ક્યૂસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે.