ડિસેમ્બર 10, 2025 3:01 પી એમ(PM)

printer

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક દિવસમાં કમળાના 126 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક થયું

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક દિવસમાં કમળાના 126 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા કલેક્ટર દ્વારા આજે અલગ અલગ 20 ટીમ બનાવી નમૂના એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી જ પીવાના પાણીના નમૂના એકઠા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સરકારી હોસ્પિટલમાં પણ કર્મચારીની મદદ માટે અન્ય તાલુકામાંથી કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.