મહીસાગરમાં ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે, લુણાવાડા-મોડાસા ધોરીમાર્ગ પર પાનમ નદી પાસે બે કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. 108 ઈમરજન્સી ઍમ્બુલૅન્સની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ અંગે લુણાવાડા પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી.
Site Admin | જુલાઇ 14, 2025 3:07 પી એમ(PM)
મહીસાગરમાં ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત