ઓગસ્ટ 10, 2025 7:42 એ એમ (AM)

printer

મહીસાગરના સંતરામપુરમાં સાતકુંડા ઇકોટુરિઝમ સાઇટનું લોકાર્પણ

રાજ્યના પ્રવાસન મંત્રી મૂળૂ બેરા અને શિક્ષણ બાબતોના મંત્રી કુબેર ડિંડોરે મહીસાગરના સંતરામપુરમાં સાતકુંડા ઇકોટુરિઝમ સાઇટનું લોકાર્પણ કર્યું.
આ પ્રસંગે મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે. રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા માટે અનેક સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. સાતકુંડા ખાતે લોકાર્પણ થયેલ ઇકોટુરિઝમ થકી સ્થાનિક લોકોને રોજગારી મળી રહેશે.
આ પ્રસંગે મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, કુદરતી સૌંદર્યથી ભરપૂર સાતકુંડા ખાતે આવેલ મહાદેવનું મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.